પંચમહાલ જિલ્લાના રણજિતનગર પાસે બે બાઇક ટકરાઈ

પંચમહાલ જિલ્લાના રણજિતનગર પાસે બે બાઇક ટકરાઈ
ત્રણ યુવાનનાં મોત, એક બાઇક સળગીને ખાખ 
વડોદરા, તા. 14 : પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના રણજીતનગર પાસે બે બાઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. આ અંગે ઘોઘંબા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
હાલોલના યુવાનો લગ્ન પ્રસંગ પતાવીને ઘોઘંબાથી હાલોલ તરફ પોતાની બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે જીએફએલ કંપની પાસે રણજીતનગર તરફથી આવતી અન્ય એક બાઇક સામસામે અથડાતા એક બાઇક સગળગી ઊઠી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બે યુવાનના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકોને વધુ ઇજાઓ થતાં સારવાર માટે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્રણ યુવકોનાં મોત થતાં ઘોઘંબા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય એક યુવક હાલ સયાજી હૉસ્પિટલમાં નાજુક હાલતમાં છે. અંગે ઘોઘંબા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી નામ જાણવા મળેલ નથી.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer