ઉમર અબદુલ્લાની અટકાયત ક્યા આધારે ?

ઉમર અબદુલ્લાની અટકાયત ક્યા આધારે ?
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નવી દિલ્હી, તા. 14 : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલ્લાની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે અબ્દુલ્લાની ધરપકડનું કારણ પૂછયું હતું અને બે માર્ચ સુધીમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જમ્મુ કાશ્મીર પ્રશાસનને પણ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જો કે તાકીદે કોઈ ફેંસલો આપવાની સારા પાયલોટની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. જેથી આગામી બે માર્ચ સુધી ઉમર અબ્દુલ્લા મુક્ત થશે નહીં. 
ઉમર અબ્દુલ્લા તરફથી સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબલ રજૂ થયા હતા. સિબલે દલીલ કરી હતી કે લાંબા સમયથી ઉમર અબ્દુલ્લા અટકાયતમાં છે. જેના ઉપર અદાલતે અટકાયતનો આધાર પૂછયો હતો. આ દરમિયાન અદાલતે અબ્દુલ્લાને તાકીદે મુક્ત કરવાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓની લાંબા સમયથી અટકાયત થઈ છે અને થોડો વધુ સમય રાહ જોઈ શકશે.

Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer