અૉનલાઇન ટિકિટ વેચાણથી IRCTCએ ત્રણ મહિનામાં કરી 206 કરોડની કમાણી

અૉનલાઇન ટિકિટ વેચાણથી IRCTCએ ત્રણ મહિનામાં કરી 206 કરોડની કમાણી
પાણીનાં વેચાણ દ્વારા મળ્યા 58 કરોડ રૂપિયા
મુંબઈ, તા. 14 : લાંબા અંતરના પ્રવાસ માટે હવે લાખો પ્રવાસીઓ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી)ની વેબસાઇટ અથવા ઍપ પરથી ટિકિટોનું બુકિંગ કરાવે છે. આ માટે આઈઆરસીટીસી ચોક્કસ રકમ ચાર્જ પેટે વસૂલે છે. તાજેતરમાં કૉર્પોરેશને ગત અૉક્ટોબરથી ડિસેમ્બર એ ત્રણ મહિનાની આવકના આંકડા જાહેર કર્યા હતા. જે પ્રમાણે ઓનલાઇન ટિકિટ વેચાણમાંથી આઈઆરસીટીસીએ 206 કરોડ રૂપિયા અને માત્ર પાણીના વેચાણમાંથી 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અૉક્ટોબરથી ડિસેમ્બરના ત્રણ મહિનાના સમયગાળામાં કૉર્પોરેશનની આવકમાં 179 ટકાનો જંગી વધારો થયો હતો. આગલા વર્ષે આ જ સમયગાળામાં નફો માત્ર 73.60 કરોડ રૂપિયાનો થયો હતો.
કેટરિંગ સેવાના માધ્યમથી ત્રણ માસમાં કૉર્પોરેશનને 269 કરોડની કમાણી થઈ હતી. આગલા વર્ષના આ સમયગાળામાં 249 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ટૂરિઝમ પેકેજના માધ્યમથી 95 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer