`સ્ટુડન્ટ અૉફ ધ યર-3'' વિશે અફવા ન ફેલાવો : કરણ જોહર

`સ્ટુડન્ટ અૉફ ધ યર-3'' વિશે અફવા ન ફેલાવો : કરણ જોહર
બૉલીવૂડમાં રોજેરોજ નિતનવી અફવા સાંભળવા મળે છે. હાલમાં એવી ચર્ચા ચાલે છે કે કરણ જોહર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-3 બનાવશે અને તેમાં શાહરુખ ખાનની દીકરી સુહાના તથા બિગ બોસ-13નો દ્વિતીય વિજેતા અસીમ રિયાઝ અભિનય કરશે. આ સાંભળીને કરણ ગુસ્સે થયો છે અને તેણે ટ્વીટર પર અફવાને રદિયો આપતાં કહ્યું છે કે, સ્ટુડન્ટ ઓફ ધ યર-3 વિશેની ચર્ચા તદન પાયાવિહોણી છે. મારી વિનંતી છે કે આવી વાતો ફેલાવવાનું બંધ કરો.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer