`મિ. ઇન્ડિયા'' બનાવવા બાબતે બોની અને શેખર કપૂર વચ્ચે તણખા ઝર્યા

`મિ. ઇન્ડિયા'' બનાવવા બાબતે બોની અને શેખર કપૂર વચ્ચે તણખા ઝર્યા
અનિલ કપૂર-શ્રીદેવી અભિનિત ફિલ્મ મિ. ઇન્ડિયાની સિકવલ બનાવવા બાબતે ઘણા સમયથી ચર્ચા સાંભળવા મળે છે. બે દિવસ અગાઉ ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કર્યું હતું કે, ઝી સ્ટુડિયો સાથે એપિક ટ્રાલોજી મિ. ઇન્ડિયા બનાવવાની તક મળી છે. મિ. ઇન્ડિયાનું પાત્ર અત્યંત લોકપ્રિય થયું હતું એટલે આ જવાબદારી ઘણી મોટી છે. હાલમાં પટકથા પર કામ ચાલી રહ્યું છે અને કોઇ કલાકારને નક્કી કરવામાં આવ્યા નથી. એક વાર પટકથાનો ડ્રાફટ હાથમાં આવી જશે પછી કલાકારોને લઇશું.
આ ટ્વીટ વાંચીને મૂળ મિ. ઇન્ડિયાના દિગ્દર્શક શેખર કરૂરે ટ્વીટ કર્યું હતું કે, કોઇએ મારી પાસેથી આ ફિલ્મ બનાવવાની પરવાનગી લીધી નથી. લોકો આ શીર્ષક માત્ર અન્યોને આકર્ષવા માટે કરવાના છે પરંતુ તે ફિલ્મના મૂળ સર્જક પાસેથી પરવાનગી લીધા વગર આ શકય નહીં બને.
આ બાબતે નિર્માતા બોની કપૂરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હું મિ. ઇન્ડિયાનો એકમાત્ર નિર્માતા છું અને મેં ઝી સ્ટુડિયો સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. અમે હમણાં જ આ વિશે જાહેરાત કરી છે અને આનાથી વધું કશું કહી શકું નહીં.
અલીએ પણ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ જાણવા મળ્યું છે કે આ મિ.ઇન્ડિયા -ટુની વાત નથી પણ મિ. મિ. ઇન્ડિયા રિબુટ છે. એક સમાન્ય માણસને સુપરપાવર મળ્યા બાદ તેના જીવનમાં કેવો ફેરફાર થાય છે તેને કેન્દ્રમાં રાખીને પટકથા લખવામાં આવી છે. બોનીને લાગે છે કે ધૂમની જેમ મિ. ઇન્ડિયાની ફ્રેન્ચાઇઝ બનાવી શકાય. આથી જ તેણે ઝી સ્ટુડિયો સાથે જોડાણ કર્યું છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer