`ત્રણ મુશ્કેલ વર્ષ'' પર કોહલીની યોજના

`ત્રણ મુશ્કેલ વર્ષ'' પર કોહલીની યોજના
ભારતીય કપ્તાન વિરાટ કોહલી ખુદને `ત્રણ મુશ્કેલ વર્ષ' માટે તૈયારી કરી રહ્યો છે. આ પછી તે તેના વર્કલોડનું આકલન કરશે. કોહલીની નજર આગામી ત્રણ વર્ષમાં ટી-20 વર્લ્ડ કપ, ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન ડે વર્લ્ડ કપ ઉપર છે. આ પછી તે આ ત્રણમાંથી કોઇ બે ફોર્મેટમાં જ રમવાનું વિચારી શકે છે. કોહલીને જ્યારે એવો સવાલ થયો કે 2021માં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ બાદ આપની યોજના શું હશે.  તો તેણે કહયું મારી નજર મોટી તસવીર પર છે. હું ખુદને આગામી ત્રણ વર્ષ માટે તૈયાર કરી રહ્યો છું. એ પછી અલગ વાત કરીશ. હું પાછલા 8 વર્ષથી 300 દિવસ રમી રહ્યો છું. તેમા સફર અને પ્રેકટીસ સેશન સામેલ છે. દર વખતે જોશ અને ઝનૂનથી ઉતરું છું. આથી આપ પર ઘણું દબાણ રહે છે. હું જ્યારે 34-35 વર્ષનો થઇશ ત્યારે અલગ વાત કરશું. હજુ બે-ત્રણ વર્ષ કોઇ સમસ્યા નથી. 

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer