દુબઇ ઓપનમાં સાનિયા-કેરોલિનાની જોડી પ્રી. કવાર્ટરમાં

દુબઇ ઓપનમાં સાનિયા-કેરોલિનાની જોડી પ્રી. કવાર્ટરમાં
દુબઇ, તા.19: ભારતીય સ્ટાર ટેનિસ મહિલા ખેલાડી સાનિયા મિર્ઝા તેની જોડીદાર ફ્રાંસની કેરોલિના ગર્સિયા સાથે દુબઇ ઓપનના ડબલ્સના પ્રી. કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. સાનિયા-કેરોલિનાની જોડીએ શાનદાર પ્રદર્શન કરીને પહેલા રાઉન્ડમાં રશિયાની અલ્લા કુદ્રીયાવત્સેવા અને સ્લોવોનિયાની કેટરીના સર્બોતનિકને ત્રણ સેટની ટકકર બાદ 6-4, 4-6 અને 10-8થી રોમાંચક હાર આપી હતી. સાનિયા-કેરોલિનાનો હવે પછીનો મુકાબલો ચીનની સાઇસાઇ ચ્વાંગ અને ઝેક ગણરાજયની બારબોરા ક્રેસીકોવા સામે થશે. 33 વર્ષીય સાનિયાએ પગની પેનીની ઇજામાંથી બહાર આવીને દુબઇ ઓપનમાં વાપસી કરી છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer