ભારતમાં મુસ્લિમોને લઈને ચિંતા

યુનોના મહામંત્રીનું સીએએ વિશે વિવાદિત નિવેદન
પાકિસ્તાન પ્રવાસે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે નિવેદન આપ્યા બાદ હવે નાગરિકતા સંશોધન કાયદા ઉપર ટિપ્પણી
નવી દિલ્હી, તા. 19 : પાકિસ્તાનનો પ્રવાસ કરી રહેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટરેસે જમ્મુ કાશ્મીર બાદ હવે નાગરિકતા સંશોધન કાયદાને લઈને નિવેદન આપ્યું છે. ગુટરેસે કહ્યું હતું કે ભારતીય સંસદમાં પસાર કરવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટના કારણે 20 લોકો દેશવિહીન થવાનું જોખમ છે અને તેમાં મોટાભાગના મુસ્લિમ છે. ગુટરેસે ઉમેર્યું હતું કે સીએએ પ્રક્રિયાને લઈને તેમને ચિંતા છે. 
પાકિસ્તાની અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતમાં અલ્પસંખ્યકો સાથે થઈ રહેલા ભેદભાવને લઈને ચિંતા છે ? તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુટરેસે કહ્યું હતું કે, જ્યારે પણ નાગરિકતા સંબંધિ કાયદામાં બદલાવ કરવામાં આવે છે ત્યારે દેશવિહીનતાની સ્થિતિ પેદાન થાય અને દુનિયાના દરેક લોકો કોઈને કોઈ દેશના નાગરિક હોય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.  આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટરેસે જમ્મુ કાશ્મીર ઉપર પણ ટિપ્પણી કરી હતી. જેને લઈને ભારતે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. વધુમાં જે મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે તે પાકિસ્તાન દ્વારા અયોગ્ય રીતે કબજો કરવામાં આવેલા ક્ષેત્રના મામલે સમાધાન કરવાનો મુદ્દો છે.
 પાકિસ્તાનના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા ગુટરેસે જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના ઉપર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઈ ભૂમિકા નથી. રવીશ કુમારે ગુટરેસે કાશ્મીર સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરતું નિવેદન આપ્યા બાદ વળતો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતની સ્થિતિ બદલી નથી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer