લશ્કરમાં મહિલાઓ સંબંધી સુપ્રીમ કોર્ટના નિર્ણયને શિવસેનાએ વધાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : સુપ્રીમ કોર્ટે દેશના લશ્કરમાં મહિલા અધિકારીઓના કાયમી કમિશનને મંજૂર કરવા કેન્દ્ર સરકારને આપેલા આદેશને આવકારવા સાથે જ શિવસેનાએ લશ્કરમાં કમાન્ડ પોસ્ટ પર મહિલાઓની નિમણૂકનો વિરોધ કરવાના કેન્દ્રના વલણને વખોડીને મહિલાઓ માટે અપમાનજનક ગણાવ્યું હતું. 
શિવસેનાના મુખપત્ર `સામના'માં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને મહિલા શક્તિનો વિજય ગણાવી જણાવ્યું હતું કે કેન્દ્રએ હવે મહિલાઓ પ્રત્યેના તેમના વલણ અને દ્રષ્ટિકોણ બદલવા પડશે. કેન્દ્ર સરકારની માનસિકતામાં જ ખોટ હતી એવું સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સાબિત થયું છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer