તામિલનાડુમાં હાઈ કોર્ટના આદેશને અવગણીને સીએએ વિરોધીઓની કૂચ

નવી દિલ્હી,તા. 19 : ચેન્નઇના વલ્લાજાહ રોડ ઉપર સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરવા માટે હજારોની સંખયામાં પ્રદર્શનકર્તાઓ ઉમટી પડયા હતાં. અને તમિલનાડુની વિધાનસભાને ઘેરવા માટે કૂચ કરી હતી. મંગળવારે મદ્રાસ હાઈકોર્ટે મુસ્લિમ સંગઠનોને 11 માર્ચ સુધી સીએએ વિરોધી પ્રદર્શન કરવાની મનાઈ ફરમાવતો હુકમ કર્યો હતો. પરંતુ હાઈકોર્ટનાં આ હુકમને અવગણીને હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. પ્રદર્શનકર્તાઓને તમિલનાડુ વિધાનસભા તરફ જતા અટકાવવા માટે જગ્યા-જગ્યાએ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતાં. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer