`મલેશિયાના લાપતા વિમાનને પાઈલટે જ ડૂબાડયું હતું''

સિડની, તા. 19 : ઓઁસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે 2014મા ગાયબ થયેલા મલેશિયાના વિમાનને લઈને એક સનસનીખેજ દાવો કર્યો છે. એબોટના કહેવા પ્રમાણે મલેશિયાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ માને છે કે એમએચ370 ફ્લાઈટને તેના કેપ્ટને જાણીજોઈને ગાયબ કરી હતી. દાવો છે કે ફ્લાઈટનો કેપ્ટન આત્મઘાતી હતો. જેણે ફ્લાઈટમાં સવાર મુસાફરોનો જીવ લીધો હતો. જો કે એબોટે પોતાના નિવેદનની સાબિતી માટે કોઈ પુરાવો રજૂ કર્યો નથી.
મલેશિયાની એરલાઈન એમએફ370 8 માર્ચ 2014ના ગાયબ થઈ હતી. આ ઘટના સમયે ફ્લાઈટમાં 239 લોકો સામેલ હતા અને મોટાભાગના લોકો ચીનના હતા. જે કુઆલાલંપુરથી બીજિંગ જઈ રહ્યા હતા. હિન્દ મહાસાગરના 1.20 લાખ વર્ગ કિલોમીટરમાં તપાસ છતા પણ વિમાન મળ્યું નહોતું. આ તપાસ જાન્યુઆરી 2017 સુધી ચાલી હતી જે એવિએશન ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી તપાસ હતી. તેમ છતા કોઈ પુરાવો સામે આવ્યો નહોતો. વિમાન ગાયબ થવા મામલે અત્યાર સુધીમાં ઘણા દાવા થયા છે કે પણ એબોટે કરેલો દાવો સૌથી ચોંકાવનારો છે. એબોટે કહ્યું હતું કે, મલેશિયાના ઉચ્ચ સ્તરના અધિકારીઓના મતે પાયલોટે આપઘાત કર્યો હતો અને પોતાની સાથે વિમાનમાં સવાર લોકોનો પણ નરસંહાર કર્યો હતો.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer