જીએસટી 21મી સદીનું સૌથી મોટુ ગાંડપણ : સ્વામી

નવી દિલ્હી, તા. 19 : અંદાજીત ત્રણ વર્ષ પહેલા જ્યારે દેશભરમાં જીએસટીની અમલવારી કરવામાં આવી ત્યારે સરકારે જીએસટીને કરના માળખામાં બદલાવનો મોટો નિર્ણય ગણાવ્યો હતો. જો કે હવે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જીએસટીને 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ ગણાવ્યું છે. સ્વામીના કહેવા પ્રમાણે જીએસટી એટલું જટિલ છે કે ક્યું ફોર્મ ભરવું તે પણ લોકોને સમજાઈ રહ્યું નથી અને સરકારને કોમ્પ્યુટર મારફથે અપલોડ કરવાની ઈચ્છા છે. એક તરફ સરકાર જીએસટી કલેક્શનની સમસ્યાનો સામનો કરી રહી છે તેવા સમયે જ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer