પ્રદૂષણની સમસ્યા ઉકેલવા ગડકરીને આઈડિયા રજૂ કરવા સુપ્રીમની વિનંતી

નવી દિલ્હી, તા. 19: સર્વોચ્ચ અદાલત સમક્ષ પ્રદૂષણની સમસ્યા ઉકેલવાના `પ્રયોગશીલ આઈડિયાઝ' સહભાગી કરવા સર્વોચ્ચ અદાલતે આજે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને `િવનંતી' કરી હતી. સીજેઆઈ એસએ બોબડેના વડપણવાળી બેન્ચે જણાવ્યું હતું કે મંત્રી તરફથી બાતમીઓ) મળે તે માટેની વિનંતી છે, તેને સમન્સ ન ગણવામાં આવે. મંત્રી પ્રયોગશીલ આઈડિયાઝ ધરાવે છે.અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ અદાલતમાં આવે અને અમને સહાય કરે કારણ કે તેઓ નિર્ણય લેવાના પદે છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer