પાકિસ્તાનની અદાલતે ધર્મ પરિવર્તનથી કરાયેલા સગીરાના લગ્ન અમાન્ય ઠેરવ્યા

નવી દિલ્હી, તા.19 : પાકિસ્તાનની એક અદાલતે સિંઘ પ્રાંતમાં એક હિન્દુ કિશોરીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને એક મુસ્લિમ યુવક સાથે કરાયેલા તેના લગ્નને અમાન્ય ઘોષિત કરી દીધા હતા. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને તેમની સાથે બળજબરીપૂર્વક કરવામાં આવતા લગ્ન મુદ્દે પહેલી કોઇ પાકિસ્તાનની અદાલતે આવો ચુકાદો આપ્યો છે. નવમાં ધોરણમાં ભણતી છાત્રા મહેક કુમારીનું અપહરણ કરાવીને લગ્ન કરાવાયા હતા. અદાલતે મહેક સગીર હોવાની પુષ્ટિ આપતા કહ્યું હતું કે, સિંઘ ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેટ એકટની કલમ 3 અને 4 અંતર્ગત મહેકના લગ્ન અયોગ્ય હતા. અદાલતે આ સાથે જ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો છે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer