સ્કલ બ્રેકર ગૅમ : એક વિદ્યાર્થીને થઈ ગંભીર ઈજા

સ્કલ બ્રેકર ગૅમ : એક વિદ્યાર્થીને થઈ ગંભીર ઈજા
મુંબઈ, તા.19 : બ્લૂ વ્હેલ, કિકિ ચેલેન્જ જેવી ખતરનાક મોબાઇલ અૉનલાઇન ગેમ્સ બાદ હવે સોશિયલ મીડિયામાં બાળકો માટેની સ્કલ બ્રેકર ચેલેન્જ નામની ગેમના પગલે કેટલાંય વાલીઓ પરેશાન છે. સાંગલીમાં સ્કલ બ્રેકર ચેલેન્જના કારણે સ્કૂલ બૉય પૃથ્વીરાજ પ્રશાંત દેસાઈ ગંભીરપણે ઝખમી થયો હતો. આ વિદ્યાર્થીના હાથ, પગ અને ગળામાં દુખાવા સાથે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બાળકો વચ્ચેની આ ચેલેન્જ પ્રમાણે એક છોકરો હવામાં ઊંચો કૂદકો મારે અને તેની નજીકમાં ઊભેલો છોકરો તેની નીચે પડે તેથી કૂદકો માર્યો હોય એ છોકરો તેની ઉપર જોરથી પડે અને કમર કે ગરદનમાં ગંભીર ઇજા થાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં ટિકટોક ઍપ મારફત આવી ફાલતુ ચેલેન્જની વીડિયો ક્લિપ્સ વાયરલ કરવાની ફેશન ચાલી છે. 

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer