રાધાકૃષ્ણ વિખે પાટીલ સ્વગૃહે પાછા ફરશે

રાધાકૃષ્ણ વિખે પાટીલ સ્વગૃહે પાછા ફરશે
અહમદનગર, તા. 19 : મહારાષ્ટ્રમાં ભાજપની સત્તા આવશે એવી અપેક્ષા સાથે ભાજપમાં દાખલ થયેલા અમુક નેતાઓ ફરી સ્વગૃહે જવાની વેતરણમાં છે. આવા નેતાઓમાં રાધાકૃષ્ણ વિખે પાટીલનો પણ સમાવેશ છે. તેમના પોતાના મતદાર સંઘ શ્રીરામપુરમાં જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે.
આ કાર્યાલયની બહાર મૂકવામાં આવેલા ફલેકસ પર ``ચલો એક પહલ કી જાય... નયે રસ્તે કી ઔર...'' એવું લખાણ લખાયું છે. આ લખાણ ચર્ચાનો વિષય બન્યો છે અને તેઓ ફરી કૉંગ્રેસમાં જોડાય એવી અટકળો શરૂ થઈ છે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer