શૅરો ફરી દબાણ હેઠળ

મુંબઈ, તા. 20 : આજે સપ્તાહનું અંતિમ સત્ર છે. આવતી કાલે મહાશિવરાત્રીની અને શનિવારે તથા રવિવારની રજાઓને લઈને બજાર બંધ રહેનાર છે. આજે સવારે એશિયન બજારો મિશ્ર ટોને હતા. બ્રેન્ટ ક્રૂડ વધ્યું હતું, તો હૂંડિયામણ બજારમાં ડૉલર સામે રૂપિયો ઢીલો હતો. આજે સવારે નફારૂપી વેચવાલીએ 10.01 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ બાવન પૉઈન્ટ ઘટીને 41281ની, તો નિફટી 11 પૉઈન્ટના ઘટાડાએ 12115ની સપાટીએ ઊતરી ગયો હતો. ઈન્ડસઈન્ડ બૅન્ક, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડૉ. રેડ્ડી લેબો., ભારતી ઈન્ફ્રાટેલ, સનફાર્મા, ઓએનજીસી અને એસબીઆઈના શૅર્સ વધ્યા હતા, તો હિન્દાલ્કો, સિપ્લા, કોટક મહિન્દ્રા બૅન્ક, કોલ ઇન્ડિયાના શૅર્સ ઘટયા હતા.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer