કોરોના રાહત કાર્ય માટે સોની પિકચર્સ નેટવર્કે આપ્યા રૂા. 10 કરોડ

કોરોના રાહત કાર્ય માટે સોની પિકચર્સ નેટવર્કે આપ્યા રૂા. 10 કરોડ
બોલીવૂડના કલાકારો કોરોના રાહત ભંડોળ માટે છુટ્ટે હાથે અનુદાન આપી રહ્યા છે .ગયા સપ્તાહમાં શાહરૂખ ખાને તો રાજય સ્તરે મેડિકલ, ભોજન તથા રેશન જેવી વિવિધ કામગીરી હાથ ધરવાની યોજના રજૂ કરી હતી. બોલીવૂડના દૈનિક આવક મેળવતા કામગારોના પરિવારને સંભાળવાની જવાબદારી પણ સલમાન ખાન જેવા કેટલાક કલાકરાએ ઉપાડી લીધી છે. ફિલ્મ અને ટીવી સિરિયલ મિર્માત્ર એકતા કપૂરે પોતાનું એક વર્ષનું વેતન રૂ. 2.5 કરોડ રાહત ભંડોળમાં આપ્યું છે. હવે સોની પિકચર્સ નેટવર્કે (એસપીએન)એ કોવિદ -19 રાહત ભંડેળ માટે રૂ. 10 કરોડ ફાળવ્યા છે.
તાજેતરમાં એસપીએને બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રોની અને ઝરીન ક્રુવાલાના સ્વદેશ ફાઉન્ડેશન મુંબઇ, નાશિક અને રાયગઢમાં તબીબી સાધનો અને જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે અને અને તેમને આ કાર્ય માટે રૂ. 10 કરોડ ફાળવીએ છીએ. આ ઉપરાંત અમારી સિરિયલોમાં દૈનિક કામગાર તરીકે કામ કરતા દરેકને એક મહિનાનો પગાર આપવામાં આવશે. જયાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં રહેલા પચાસ હજાર દૈનિક કામગારોને કરિયાણું આપવામાં આવશે. 
સોની નેટવર્ક પર જાહેરખબરોને સ્થાને સામાજિક સંદેશાઓ પ્રસારિત કરવામાં આવશે તથા સોની પલ પાસેથી બે મહિનાનો પ્રશુલ્ક દર  પણ નહીં લેવામાં આવે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer