લોકડાઉનમાં વાંચવા માટે શ્રીતિ ઝાએ આપી 21 પુસ્તકોની યાદી

લોકડાઉનમાં વાંચવા માટે શ્રીતિ ઝાએ આપી 21 પુસ્તકોની યાદી
ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ કુમકુમ ભાગ્ય દ્વારા અભિનેત્રી શ્રીતિ ઝા લોકપ્રિય બની ગઇ છે. છેલ્લા પાંચ વર્ષથી તે પ્રજ્ઞાના પાત્રમાં જોવા મળે છે. તે પોતાના સ્મિત તથા ચાહકોની પ્રશંસા કરીને બધાના દિલમાં વસી ગઇ છે. શ્રીતિ પુસ્તકપ્રેમી છે. તેને સેટ પર કે પ્રવાસમાં જયારે પણ થોડો સમય મળે કે તે પુસ્તક કાઢીને વાંચવા બેસી જાય છે. હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તે પોતાને મળેલા સમયનો વાંચનમાં સદુપયોગ કરી રહી છે અને પોતાના ચાહકો પણ પુસ્તક વાંચે તે હેતુથી તેણે 21 પુસ્તકોની યાદી બહાર પાડી છે. તેણે કહ્યું કે, લોકડઉનને લીધે હું કુમકુમ ભાગ્યનું શૂટિંગ નથી કરી રહી છે. હું નવલકથો વાંચું છું. મારી પાસે કેટલાક સારા પુસ્તકોની યાદી છે. આથી હું 21 પુસ્તકો વાંચવાની ભલામણ કરું છું.
શ્રીતિએ ધ પેસેજ, ધ ટ્વેલ્વ એન્ડ ધ સિટી ઓફ મિરર, અ કલેકશન ઓફ સ્ટોરીધ બાય ટેડ ચિંગ, ધ ગ્રેટ ડિરેન્જમેન્ટ, હોમ ફાયર, ટુ કિલ અ  મોકિંગ બર્ડ, નાઇન સ્ટોરીઝ, ધ કેચર ઇન ધ રે, કાફકા ઓન ધ શોર, નોર્વેજિયન વૂડ્સ, ધ ઓન્લી સ્ટોરી, હાઉ ટુ ચેન્જ યોર માઇન્ડ,સેપિઅન્સ, હોમો ડયુસ અને 21 લેસન ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી જેવા પુસ્તકો વાંચવાની સલાહ આપી છે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer