લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરે છે અમિતાભ, રજનીકાંત જેવા સ્ટાર કલાકારો શોર્ટ ફિલ્મ દ્વારા

લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરે છે અમિતાભ, રજનીકાંત જેવા સ્ટાર કલાકારો શોર્ટ ફિલ્મ દ્વારા
અન્ય ઉદ્યોગની જેમ જ બોલીવૂડ પણ થંભી ગયું છે. લોકડાઉનને લીધે કેમેરાની રીલ ફરતી બંધ થઇ ગઇ છે. કોરોનાનો ચેપ ન પ્રસરે તે માટે બધાએ ઘરમાં રહેવું જરૂરી છે. આ જ વાતની વિનંતી કરતી એક ટૂંકી ફિલ્મ ફેમિલી બનાવી છે અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રયંકા ચોપરા જોનાસ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દલિજિત દોસાંજ જેવા કલાકારોએ.
સોની નેટવર્ક પર ફિલ્મ ફેમિલીનું પ્રીમિયર યોજાયું હતું અને તેમાં ઘરે રહેવાનું, સ્વચ્છતા જાળવવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને પણ યાદ રાખવાનું કહેવાયું છે. આ બધા સાથે ઘરેથી કામ કરવાનું પણ ચાલુ રાખવું એના પર ભાર મૂકાયો છે. ફિલ્મની શરૂઆતમાં બિગ બી પોતાના કાળા ચશ્મા શોધતા હોય ત્યાંથી થાય છે. પછી રણબીર અને દલિજિત ચશ્મા શોધવા મહેનત કરે છે. રજનીકાંત અને આલિયા પણ વચ્ચે આવી જાય છે. છેવટે પ્રયંકા ચશ્મા શોધીને બિગ બીને આપે છે ત્યારે તેઓ કહે છે કે મને હમણાં આ ચશ્મની જરૂર નથી કેમ કે છેલ્લા થોડા દિવસથી હું ઘરની બહાર નીકળતો નથી. તે ઘરમાં એમ જ પડયા હતા. જો તે ખોવાિ જશે તો તમારે પાછા શોધી આપવા પડશે. 
ત્યાર બાદ કેમેરો બિગ બી પર ફોકસ થાય છે અને તેઓ કહે છે અમે સૌએ સાથે મળીને આ ફિલ્મ બનાવી છે પણ કોઇઁ પોતપોતાના ઘરની બહાર પગ મૂકયોનથી. તમે પણ ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અને બધા કલાકારો, પ્રાયોજકો તથા ટીવી ચેનલ સાથે મળીને દૈનિક કામગારો માટે એક રાહત ભંડોળ ઊભું કરીએ છીએ. 
ચાર મિનટિ 35 સેકંડની આ ફિલ્મને અમિતાભે પોતાના ટ્વીટર પર શેર કરી છે અને લખ્યું છે કે તમે જે સપનું જોયું હોય તેના કરતાં કારણ મોટું હોય છે, આ ઐતિહાસિક પ્રયાસ કરવામાં મદદ કરનારા મારા તમામ સાથીઓનો હું ઋણી છું.     

Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer