કરીમ મુરાનીની બીજી દીકરી ઝોઆ પણ કોરોના પોઝિટિવ

કરીમ મુરાનીની બીજી દીકરી ઝોઆ પણ કોરોના પોઝિટિવ
ફિલ્મમેકર કરીમ મુરાનીની એક દીકરી સાઝાને કોરોનાનો ચેપ લાગ્યો હતો હવે બીજી દીકરી ઝોઆનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને બહેનોમાંથી સાઝા માર્ચ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાથી આવી હતી અને ઝોઆ 15 માર્ચ બાદ રાજસ્થાનથી આવી હતી. ઝોઆમાં કોવિદના લક્ષણો દેખાતા તેનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો જયારે સાઝાને લક્ષણો ન હોવા છતાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે ઝોઆ જે અભિનેત્રી પણ છે તેનો બીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને બંને બહેનોની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલે છે. 
જે ઇમારતમાં કરીમ અને તેનો પરિવાર રહે છે તે ઇમારતને સીલ કરવામાં આવી છે. તે ઇમારતના અન્ય રહેવાસીઓ તથઆ આસપાસના પરિસરમાં ગભરાટ ફેલાયો છે. તે પરિસરમાં અઇનેક સેલિબ્રિટિઝ રહે છે. બોલીવૂડમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવી ત્રીજી વ્યક્તિ ઝોઆ છે. સૌથી પહેલાં ગાયિકા કનિકા કપૂરને લાગ્યો હતદો અને તેનો છઠ્ઠો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઝોઆની બહેન સાઝા કોરોનાની બીજી દરદી હતી ને હવે ઝોઆ સ્વયં તેનો ભોગ બની છે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer