`મુસ્કુરાયેગા ઇન્ડિયા''ની પ્રશંસા કરી વડા પ્રધાન મોદીએ

`મુસ્કુરાયેગા ઇન્ડિયા''ની પ્રશંસા કરી વડા પ્રધાન મોદીએ
કોરાના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન છે. લોકોએ માત્ર જીવનજરૂરી વસ્તુ લેવા પૂરતું જ ઘરમાંથી બહાર નીકળવાનું રહે છે. તે સિવાય બધું જ બંધ છે. આ ઉપરાંત સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી હોવાથી ફરજિયાતપણે સે ઘરની ચાર દીવાલમાં રહેવું પડે છે. આ મુશ્કેલા સ્થિતિમાં ભારતીયો સંગઠિત રહે તે માટે વડા પ્રધાન મોદી પણ વિવિધ પ્રાયસો કરી રહ્યા છે. આવામાં લોકોના મનમાં ભાવિઅંગેની ઘર કરી ગયેલી ભીતિને દૂર કરવા માટે સોલિબ્રિટિઝે મુસ્કુરાએગા ઇન્ડિયા નામનો સાડા ત્રણ મિનિટની ગીતનો વિડિયો મૂકયો છે. 
વર્તમાન સ્થિતિમાં સમજામાં સકારાત્મકતા નિર્માણ કરવા માટે સ્ટાર કલાકારો એકછત્ર હેઠળ આવ્યા અને તેમણે આ ગીતનું નિર્મામ કર્યું છે. અબિનેતા અક્ષય કુમારે આ ગીતને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. વડા પ્રધાને સ્વયં આ ગીત જોયું અને કલાકારોની પ્રશંસા કરતા ટ્વીટર પર વિડિયો શેર કર્યો છે તથા `િફર મુસ્કુરાએગા ઇન્ડિયા, ફિર જીતેલા ઇન્ડિયા' એવી કમેન્ટ પણ કરી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ આલ્બમ ધૂમ મચાવી રહ્યું છે અને યુ ટયુબ પર તે બીજા ક્રમાંકે પહોંચી ગયું છે. 
મુકુરાએગા ઇન્ડિયા ગીતની શરૂઆતમાં વડા પ્રધાન મોદીનું ભાષણ છે. ત્યાર બાદ સિને કલાકારો ગીત ગાતા જોવા મળે છે. આમાં અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, વિકી કૌશળ, આયુષમાન ખુરાના, ક્રીતિ સેનન, ભૂમિ પેડણેકર, રાજકુમાર રાવ, કિઆરા અડવાણી જેવા કલાકારો છે. આ ગીતના ગીતકાર કૌશલ કિશોર અને સંગીતકાર-ગાયક વિશાલ મિશ્રા છે. 
અક્ષય કુમારે કહ્યું હતું કે, અત્યારે આપણા મનમાં નિરાશા ઘર કરી ગઇ છે અને જીવન અટકી ગયા જેવું લાગે છે. આ સમયે બધો એકત્ર થવાની જરૂર છે. બધાને એક ઉજ્જવળ ભાવિની આશા આપવાની જરૂર છે. આથી અમે આ ગીત તૈયાર કર્યું છે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer