સફળતાનું રહસ્ય ઉજાગર કરતો સ્મિથ

સફળતાનું રહસ્ય ઉજાગર કરતો સ્મિથ
પોતાના અજીબોગરીબ `સ્ટાંસ' વિશે પહેલીવાર ખુલાસો કર્યોં
સિડની, તા.7: ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટસમેન સ્ટીવન સ્મિથે તેની સફળતાનો પહેલીવાર ખુલાસો કર્યોં છે. તે આઉટ થવાથી બચવા માટે ક્રિઝ પર ઓફ સ્ટમ્પની લાઇનમાં અથવા તો બહાર ઉભો રહે છે. હાલ ટેસ્ટનો નંબર વન બેટસમેન સ્મિથ અત્યાર સુધીમાં 73 ટેસ્ટ મેચમાં 7227 રન કરી ચૂકયો છે. આ ઉપરાંત તેના નામે 4162 વન ડે રન છે. તેની બેટિંગ ટેકનિક બિનપરંપરાગત છે. જે કોઇને સમજાતી નથી.
તેણે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના તેના કિવિઝ સાથીદાર ઇશ સોઢી સાથેની વાતચીતમાં પોતાના `સ્ટાંસ' (બેટધરના ક્રિઝ પર ઉભા રહેવાની રીત) વિશે ખુલાસો કરતા કહયું કે કોણ બોલિંગ કરે છે તેના પર સ્ટાંસ નિર્ભર કરે છે. વિકેટ કેવી છે. મારે કઇ રીતે રન કરવા છે. બોલર મને કઇ રીતે આઉટ કરવા માંગે છે. એ મુજબ હું નકકી કરું છું કે સ્ટાંસ કેવી રીતે લેવું. જો કે મોટાભાગે હું એવું સ્ટાંસ લેવાનું પસંદ કરું છું કે જેમાં મારો બેકફૂટ ઓફ સ્ટમ્પની લાઇનમાં હોય અને કેટલીક વખત બહાર. આથી મને ખબર પડે છે કે દડો કઇ દીશમાં આવી રહયો છે. આઉટ થતાં બચાવ માટે મેં આ રીત અપનાવી છે. તે કહે છે કે ઓફ સ્ટમ્પનું સ્ટાંસ લેવાથી બહાર જતા દડા છોડવામાં મદદ મળે છે.  
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer