ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ રમવામાં વાંધો નથી: ભજ્જી

ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ રમવામાં વાંધો નથી: ભજ્જી
મુંબઇ, તા.7: અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંઘનું માનવું છે કે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલના આયોજનમાં કાંઇ વાંધો નથી. કોવિડ-19ની મહામારી પર નિયંત્રણ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઇએ. કારણ કે આના પર ઘણા લોકોની આજીવિકા નિર્ભર છે તેમ ભજ્જી કહે છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આઇપીએલમાં રમી રહેલા હરભજને જણાવ્યું હતું કે દર્શક મહત્વપૂર્ણ છે, પણ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો ખાલી સ્ટેડિયમમાં રમવામાં કાંઇ વાંધો નથી. દર્શક વિના મને ખુદ રમવાનું પસંદ નથી, પણ એ સારું રહેશે કે લોકો ટીવી પર આઇપીએલની મજા માણી શકે. સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ આઇપીએલનું આયોજન કરવું જ જોઇએ. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બીસીસીઆઇએ હાલ 1પ એપ્રિલ સુધી આઇપીએલ સ્થગિત કર્યોં છે. તે કહે છે મને આશા છે કે આઇપીએલના મને 17 મેચ (ફાઇનલ સહિત) રમવા મળશે. જે માટે હું ફિટ છું.
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer