સમય પસાર કરવા શારાપોવાએ મોબાઇલ નંબર ચાહકોને શેર કર્યોં

સમય પસાર કરવા શારાપોવાએ મોબાઇલ નંબર ચાહકોને શેર કર્યોં
મોસ્કો, તા.7: કોરોના વાઇરસને લીધે વિશ્વની તમામ ગતિવિધિ થંભી ગઈ છે. ખેલાડીઓ પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આવા કંટાળાજનક સમયમાંથી બહાર આવવા રશિયાની ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ પોતાનો મોબાઇલ ફોન નંબર ટિવટર પર સાર્વજનિક કર્યોં છે. તેણીએ ટિવટર પર એક વીડિયો શેર કરી કહ્યુ છે કે આજકાલ હેપ્પીનો મતબલ એક-બીજાથી દૂર રહેવું છે. એવામાં હું આપની સાથે જોડાવાનો પ્લાન બનાવી રહી છું. આથી હું આપ બધા માટે મારો ફોન નંબર શેર કરી રહી છું. મને ટેકસ મોકલજો. જવાબ આપીશ. શારાપોવાએ 310-પ64-7981 નંબર આપ્યો છે. શારાપોવાએ જેવો નંબર સાર્વજનિ કર્યોં કે તુરત જ તેના નંબર પર થોકબંધ મેસેજ આવવા લાગ્યા હતા. શારાપોવાએ તાજેતરમાં જ ટેનિસ જગતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer