ચેતેશ્વરે પીએમ ફંડમાં દાન આપ્યું : ગવાસ્કરની 59 લાખની સહાય

ચેતેશ્વરે પીએમ ફંડમાં દાન આપ્યું : ગવાસ્કરની 59 લાખની સહાય
નવી દિલ્હી, તા. 7 : ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે કોરોના સામેની લડાઈમાં 59 લાખ રૂપિયા દાન કર્યા છે. ગાવસ્કર ઉપરાંત ટેસ્ટ સ્ટાર રાજકોટના ચેતેશ્વર પૂજારાએ પણ સહાય કરી છે. જો કે પુજારાએ કરેલી રકમ આપી છે જાહેર કરી નથી. સુનિલ ગાવસ્કરે 35 લાખ પીએમ ફંડમાં અને 24 લાખ મહારાષ્ટ્ર સીએમ ફંડમાં આપ્યા છે. જ્યારે ચેતેશ્વર પુજારાએ ટવીટ કરીને કહ્યું કે, મેં અને મારા પરિવારે પીએમ ફંડ અને ગુજરાત સીએમ ફંડમાં અમારું યોગદાન આપ્યું છે. આશા છે કે તમે પણ આમ કરશો. અમે મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી અને એ તમામનો આભાર માનીએ છીએ જે દેશ અને માનવતા માટે પરિશ્રમ કરી રહ્યા છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer