બકાર્ડી 70,000 લીટર હેન્ડ સેનિટાઇઝર બનાવશે

બકાર્ડી 70,000 લીટર હેન્ડ સેનિટાઇઝર બનાવશે
મુંબઈ, તા. 7 એપ્રિલ 
શરાબ બનાવતી કંપની બકાર્ડી 70,000 લીટર હેન્ડ સેનિટાઇઝર બનવશે જે મુખ્યત્વે જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોને કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે મોકલાવશે. કંપનીએ તેની તેલંગણા ખાતેની ફેકટરીમાં હેન્ડ સેનિટાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે અને અન્ય રાજ્યોમાં જ્યાં તે કો-પેકીંગ સવલતો ધરાવે છે ત્યાં પણ તેનું ઉત્પાદન હાથ ધરાશે. 
બકાર્ડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 267,000 ગેલન (11 લાખ લીટર) કરતા વધુ હેન્ડ સેનિટાઇઝર  બનાવવાની જાહેરાત કરી છે. ભારતમાંનું ઉત્પાદન તેનો એક હિસ્સો છે.
 બકાર્ડીની અમેરિકા, મેક્સિકો, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, અને પ્યોર્ટો રિકોમાં આવેલી ફેક્ટરીઓમાં આ કાર્ય શરૂ થઇ ગયું છે, એમ  કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer