ઈપકા એક સમયે હતી અમિતાભ બચ્ચનની કંપની

ઈપકા એક સમયે હતી અમિતાભ બચ્ચનની કંપની
મુંબઈ, તા. 7 એપ્રિલ
અમિતાભ બચ્ચનનો ચડતો સિતારો હતો ત્યારે તેમણે 1975માં ઇપકા લેબોરેટરીઝ તેના મૂળ પ્રમોટર્સ પાસેથી ખરીદી હતી. તેમની સાથે અજિતાભ અને પત્ની જયા બચ્ચન પણ કંપનીના ડિરેક્ટરોમાં હતા. આ ઉપરાંત પ્રેમચંદ ગોધા  પણ એક ડિરેક્ટર હતા.   
ઇપકાની સ્થાપના કાંદિવલીમાં તબીબી વ્યવસાય સાથે જોડાયેલા  કે બી મહેતા અને ડો. એન એસ તિબરેવાલાએ 1949માં કરી હતી.  પરંતુ અમિતાભ રાજકારણમાં પ્રવેશ્યા પછી તેમની પડતી શરૂ થઇ તેમાં રોકાણ છૂટું કરવા માટે અમિતાભે આ કંપની ગોધાને વેચી હતી. ગોધા અત્યારે  આ કંપનીનો વહીવટ સંભાળે છે. આ કંપની અત્યારે સરકારને હાઇડ્રોક્ષીક્લોરોકવીનની મુખ્ય સપ્લાયર છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer