તબલિગીઓ વિશે રિપોર્ટિંગ કરતાં પત્રકારોને ધમકી મળી રહી છે

મુંબઈ, તા. 7 : ન્યુઝ અને કરન્ટ બાબતોના બ્રોડકાસ્ટરના સંગઠન ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશને (એનબીએ) કહ્યું છે કે તબલિગી જમાત વિશે રીપોર્ટ આપી રહેલા પત્રકારો અને એન્કરને ધમકી મળી રહી છે અને તેમને ગાળો અપાઈ રહી છે. મિડીયાએ કોરોનાનો રોગચાળો ફેલાવામાં દિલ્હીમાં યોજાયેલા ધાર્મિક મેળાવડાની ભૂમિકા ઉજાગર કરી હતી.  
એનબીએએ એક નિવેદનમાં કહ્યું હતું કે વિવિધ સોશિયલ મીડીયા જેવા કે વોટ્સએપ, ફેસબુક અને ટિકટોક પર ન્યુઝ ચેનલમાં કામ કરતા પત્રકારોને લક્ષ્ય બનાવી રહ્યા છે. આમાં ફરી રહેલા અમુક વિડીયોમાં અમુક ધર્મગુરુઓએ ટીવી એન્કરોનું નામ લઈને આ ચેનલના સંવાદદાતા પર હુમલો કરવાની ધમકી આપી હતી. આ ધર્મગુરુઓને આવી ધમકી આપતાં રોકવા જોઈએ. સરકારે અને પોલીસે આ ધમકી દેનાર લોકો સામે પગલાં લેવા જોઈએ. 
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer