ટ્રેનો ચાલુ કરવા અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી

મુંબઈ, તા. 7 : કેન્દ્ર સરકારે જાહેર કરેલો 21 દિવસનો રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન 14 એપ્રિલે પૂરો થવાનો છે, પરંતુ ભારતીય રેલવેએ અતિશય સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. રેલવેએ  ટ્રેન સેવા ફરી શરૂ કરવાની કોઈ યોજના ઘડી કાઢી નથી. રેલવે આ અંગેનો નિર્ણય આ અઠવાડિયે લેશે.  એક અધિકારીએ કહ્યું હતું કે રેલવે પેસેન્જરનું આરોગ્ય તપાસવા આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરાશે. ફક્ત તંદુરસ્ત પેસન્જરને જ ટ્રેનમાં બેસવાની છૂટ અપાશે. આ અંગે રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગાડી અને રેલવે બોર્ડ ચેરેમૅન વિનોદ કુમાર યાદવ વચ્ચે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. 

Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer