પશ્ચિમના પરામાં કોરોનાના 191 કેસ, વરલી પરિસરમાં 78 કેસ

મુંબઈ, તા. 7 : મુંબઈમાં બાંદરાથી દહીંસર સુધીના પશ્ચિમના પરામાં કોરોનાના 191 કેસ નોંધયા છે. મુંબઈ પાલિકાના જી (દક્ષિણ) વોર્ડમાં કોરોના વાઈરસના સહુથી વધુ 78 કેસ નોંધાયા છે. જી (દક્ષિણ) વોર્ડમાં વરલી પરિસરનો સમાવેશ થાય છે. ભાયખલા પરિસરનો સમાવેશ કરતાં `ઈ' વોર્ડમાં 48, વાલકેશ્વર, ગ્રાંટરોડ અને ગિરગામ  પરિસરનો સમાવેશ કરતાં `ડી' વોર્ડમાં 43, અંધેરી અને પાર્લાના પશ્ચિમ હિસ્સાનો સમાવેશ કરતાં કે (પશ્ચિમ) વોર્ડમાં 40, મલાડનો સમાવેશ કરતાં પી(ઉત્તર) વોર્ડમાં 32, તેમ જ બાંદરા (પૂર્વ)નો સમાવેશ કરતાં એચ (પૂર્વ) વોર્ડમાં 31 કેસ નોંધાયા છે. ડોંગરી-મસ્જીદ પરિસરનો સમાવેશ કરતાં `બી' વોર્ડમાં સહુથી ઓછા એટલે કે પાંચ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું  નિવાસ સ્થાન બાંદરા (પૂર્વ)માં આવેલું છે. તે વિસ્તાર એચ (પૂર્વ) વોર્ડમાં આવે છે.
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer