પાલિકા હાઈ રિસ્ક નાગિરકોનું પરિક્ષણ જ કરતી નથી

મુંબઈ, તા. 7 :મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે પાલિકા શહેરના અનેક વિસ્તારોમાં કોરોનાના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાતી નથી. પાલિક વહીવટીતંત્ર જેમનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય પરંતુ તેમના સંપર્કમાં આવેલાઓમાં જ્યાં સુધી રોગના લક્ષણો ન દેખાય તો તેમને ક્વોરેન્ટાઇન ફેસિલીટીમાં  રાખે છે, જેથી હોસ્પિટલોના બેડ ગંભીર દર્દીને માટે ઉપલબ્ધ થઈ શકે.  
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે અમે હાઇ રિસ્ક કોન્ટેક્ટમાં કોરોનાના લક્ષણો ન હોય તો તેને કમ્યુનિટી હોલમાં રાખીએ છીએ. ખાસ કરીને સ્લમના લોકોને કમ્યુનિટી હોલમાં રખાય છે. આ ફેસિલીટીમાં રહેનાર કોઈનામાં કોરોનાના લક્ષણ દેખાય તો અમે તેની ટેસ્ટ કરાવીએ છીએ. જો હાઇ રિસ્ક કોન્ટેક્ટને ક્વોરેન્ટાઇન પીરીયડમાં કોઈ લક્ષણો ન દેખાય તો તેને રજા આપી દેવાય છે.  
આ અધિકારીએ કહ્યું હતું કે કસ્તુરબા હોસ્પિટલની ટેસ્ટિગ યંત્રણા સતત દબાણમાં છે અમે આમ કરીને તેમનો બોજો ઘટાડીએ છીએ.હાલમાં વરલી-કોલિવાડાના 200 હાઇ રિસ્ક કોન્ટેક્ટને પોદાર હોસ્પિટલમાં ખસેડાયા છે.તેમના પર ચાંપતી નજર રખાય છે અને જો તેમને લક્ષણો દેખાશે તો તેમનું પરિક્ષણ કરાશે. 
પોઝિટીવ ટેસ્ટ આવનાર દર્દીના કુટુંબીજનોને પણ હાઇ રિસ્ક કોન્ટેક્ટની કક્ષામાં મુકાય છે અને ગયા મહિને આવા સંપર્કોની ટેસ્ટ કરાતી હતી. જોકે હેલ્થ એક્સપર્ટનું કહેવં છે કે હાઇ રિસ્ક કોન્ટેક્ટને મોટી સંખ્યામં સાથે રાખવાથી તેમને કોરોના થવાનો ભય વધી જાય છે.  
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer