શબ-એ-બારાતની રાત્રે મુંબઈના તમામ કબ્રસ્તાનો બંધ રહેશે

મુસ્લિમ આગેવાનોએ ગુરૂવારે રાત્રે ઘરમાં જ રહીને પ્રાર્થના કરવાની અપીલ કરી 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7: કોરોનાનો ફેલાવો અટકાવવા દેશભરમાં લૉકડાઉન વચ્ચે ગુરૂવારે મુસ્લિમોની સૌથી પવિત્ર રાત્રી શબ-એ-બારાત છે પરંતુ મરીન લાઈન્સના બડા કાબ્રાસ્તાન સહિત શહેરના તમામ કબ્રસ્તાનો બંધ રહેશે. આ રાત્રીએ ઘણામુસ્લિમો કબ્રસ્તાનોની મુલાકાત લે છેતેમના મૃતક સ્વજનો માટે પ્રાર્થના કરે છે પરંતુ આ વખતે કોરોનાની કટોકટીને ધ્યાનમાં લઈને પોલીસની સૂચના પ્રમાણે ભીડ અટકાવવા કબ્રસ્તાનના સંચાલકો અને ટ્રસ્ટોએ શબ-એ-બારાતની રાત્રે કબ્રસ્તાનના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મુસ્લિમ સંગઠનો તરફથી કબ્રસ્તાનની મુલાકાત ન લેવા અને મૃતક સ્વજનો માટે ઘરે રહીને જ પ્રાર્થના કરવાનું જણાવાયું છે.  
બોમ્બેની જુમા મસ્જિદટ્રસ્ટબડા કાબ્રાસ્તાનનો વહિવટ સંભાળે છે. મુસ્લિમો માટે આ પવિત્ર રાત્રે અલ્લાહ  પુરુષો અને સ્ત્રીઓએ ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે ભવિષ્ય નક્કી કરે છે. મુસ્લિમોમોટે ભાગે આ રાત પ્રાર્થનામાં વિતાવે છે, પરંતુ કેટલાંક યુવાનો આ રાત્રે બાઈક લઈને રોડ પર ઉત્પાત મચાવે છે. ગ્રાંટ રોડ સ્થિત મદ્રેસા જામિયા અશરફિયા ક્વાડ્રિયાના વડા મૌલાના અશરફ ક્વાદરી (મોઈન મિયાં) એ કહ્યું હતું કે આ આનંદ માટેની રાત નથી.  હું બધા મુસ્લિમો, ખાસ કરીને યુવાનોને રાત્રિ પ્રાર્થના કરીને પસાર કરવા વિનંતી કરું છું.  
શહેર કોંગ્રેસ ઉપાધ્યક્ષ ઝાકિર અહેમદે કહ્યુ હતું કે જો વરિષ્ઠ મૌલવીઓ અને સમાજના આગેવાનોએ આ રાત્રે કાબ્રાસ્તાન ન જવાની સમાજને અપીલ કરવી જોઈએ અને મુસ્લિમોએ એમાં સહકાર આપવો જોઈએ.  તે સમૂદાયનાઅને સમાજના ફાયદામાં છે.  આ પહેલા મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખે કહ્યું હતું કે એમણે પોલીસ કમિશનર સાથે વાત કરી છેઅને જે લોકો તહેવાર કે ધર્મના નામે લૉકડાઉન તોડે છે એમની સાથે કડક હાથે કામ લેવાશે.રઝા એકેડમીના જનરલસેક્રેટરી સઈદ નૂરીએ જણાવ્યું હતું તેના સ્વયંસેવકો લોકોને સમજાવશે કે ઘરે રહીને પ્રાર્થના કરો. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer