કોરોનાના તમામ દરદીઓને મુંબઈની ચાર હૉસ્પિટલોમાં ખસેડાશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : મુંબઈ અને પુણેમાં કોરોનાના પોઝિટિવ કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ  કહ્યું હતું કે 15 એપ્રિલથી લૉકડાઉન સંપૂર્ણપણે હટાવી લેવાશે એવી અપેક્ષા કોઈએ ન રાખવી જોઈએ. ટોપેએ કહ્યું હતું કે સરકાર 10થી 15 એપ્રિલવચ્ચે પરિસ્થિતિનું ઝીણવટભયુર્ નિરીક્ષણ કરશેઅને કેન્દ્ર સરકારની સૂચના તેમ જ ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકાને આધારે લૉકડાઉન સંદર્ભે વિચારણા કરશે.  
ટોપેએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર કોરોનાના તમામ દરદીઓને મુંબઈની કસ્તુરબા, સેવન હિલ્સ, સૈફી અને નાણાવટી હોસ્પિટલોમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે. મુંબઈ પાલિકા સંચાલિત વી.એન.દેસાઈ હોસ્પિટલ અને ટ્રોમા કેર સેન્ટર હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોની અછત હોવાથી તે મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. સરકારે આવા સાધનો મેળવવા સંઘર્ષ કરવાના બદલે કોરોનાના તમામ દરદીઓને ખાસ તૈયાર કરાયેલી ઉપરોક્ત ચાર હોસ્પિટલોમાં ખસેડવાનું નક્કી કર્યું છે. આ હોસ્પિટલોમાં મળી આશરે 2,300બેડ્સ છે. 
ટોપેએ કહ્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે  3.25 લાખ પી.પી.ઈ વ્યક્તિગત રાક્ષણાત્મક સાધનોની કીટ, નવલાખ એન -95 માસ્ક, 99 લાખ ત્રણ સ્તરના માસ્ક અને 1,200 વેન્ટિલેટરની માગણી કરી છે. રાજ્ય સ્તરે સાવચેતીના પગલા તરીકે પર્યાપ્ત સંસાધનો ઉપલબ્ધ હોવા છતાંઅને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર પાસે વધારાના ઉપકરણો માંગ્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોના સંબંધિત કોઈપણ પ્રકારના ઉપકરણોની ખરીદી ન કરવા જણાવ્યું છે અને કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવશે એવી ધરપત પી છે. હાલમાં રાજ્ય પાસે કુલ 35,000 પી.પી.ઈ. કિટ્સ, ત્રણ લાખ એન -95 માસ્ક, 1,300 વેન્ટિલેટર અને 20 લાખ ટ્રિપલ લેયર માસ્ક હોવાનું ટોપેએ જણાવ્યું હતું. 
રવિવારે, ટોપેએ દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનમાં આયોજિત તબલીગી મરકઝના આયોજકો સાથે વાતચીત કરીને મરકઝમાં ભાગ લેનારા લોકોને કોરોના સંબંધી તપાસમાં સહકાર આપવાની અપીલ કરી હતી.  
Published on: Wed, 08 Apr 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer