ન્યૂ યૉર્કના પ્રાણીબાગમાં વાઘ કોરોના વાઈરસ પૉઝિટિવ આવતાં રાણીબાગમાં તાકીદનાં પગલાં

ન્યૂ યૉર્કના પ્રાણીબાગમાં વાઘ કોરોના વાઈરસ પૉઝિટિવ આવતાં રાણીબાગમાં તાકીદનાં પગલાં
મુંબઈ,તા:7:ન્યૂ યૉર્કના બ્રૉન્કસ ઝૂ ના એક વાઘને કોરોના વાઈરસનો ચેપ લાગવાને પગલે મુંબઈ ભાયખલા રાણીબાગના સત્તાવાળાઓ તકેદારી રાખી રહ્યા છે અને કોઈ પ્રાણીને ચેપ લાગ્યો છે કે નહીં તે જોવા તેમનો ટેસ્ટ કરવામાં આવશે. 
ભાયખલા ઝૂના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સોમવારે અમને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સૂચન મોકલ્યું હતું કે પ્રાણીબાગના સત્તાવાળાએ અગમચેતીનં પગલાં લેવાં તેમ જ કયા પ્રણીઓની વિશેષ સંભાળ લેવી જોઈએ તેની યાદી બનાવવી. 
જો કોઈ પ્રાણીને કોરોના વાઈરસના લક્ષણ જણાય તો તેમનાં સેમ્પલ પશુ ચિકિત્સાલય લેબમાં મોકલવામાં આવશે.પૂણે , ભોપાલ અને ઉત્તરપ્રદેમાં ત્રણ વેટરનરી લેબ છે તેમાંથી કોઈ એકમાં નમૂના મોકલવા જણાવાયું છે. 
ભાયખલા ઝૂના ડીરેકટર સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અમે બધા પ્રાણીઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને કોઈ પ્રાણીને વાઈરસના લક્ષણ જણાશે તો ટેસ્ટ કરવામાં આવશે. 
દરમિયાન ભાયખલા રાણીબાગ લોકો માટે 15 માર્ચથી બંધ છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer