મીરાં-ભાયંદરનાં લોકો વધુ કડક પગલાં માટે તૈયાર રહે : મેયર

મીરાં-ભાયંદરનાં લોકો વધુ કડક પગલાં માટે તૈયાર રહે : મેયર
અમારા પ્રતિનિધિ તરફથી  
મીરા રોડ, તા 7 : મીરાં ભાયંદરમાં વધતાં જતાં કોરનાના કેસને ધ્યાન રાખી અહિના લોકોને હજુ પણ સખ્ત પગલાં માટે તૈયાર રહેવું પડશે એમ મીરાં ભાયંદરનાંમેયર જ્યોત્સના હસનલેએ મંગળવારે જણાવ્યું હતું.  
મેયરે જણાવ્યું કે પાલિકા દ્વારા અપાઈ રહેલી છૂટનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા હોવાથી અમે હવે ઘણાં સખત પગલાં લેવાનું નક્કી કર્યું છે. અત્યારે જીવન જરૂરી વસ્તુઓની દુકાન સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે જે હવેથી માત્ર 2 કલાક માટે સવારે 9 થી 11 સુધી માત્ર બે કલાક માટે જ ખુલ્લી રાખવા દેવામાં આવશે. દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.  
એ સિવાય જરૂરિયાતવાળા લોકોમાં અનાજ તેમજ જમવાનું વહેંચતી સંસ્થાઓના કાર્યકર્તાઓને  પાસ આપવામાં આવ્યા હતા, પરંતુ ઘણાં કાર્યકર્તા આ પાસનો ગેરફાયદો ઉઠાવી રહ્યાની વાત બહાર આવી છે. જે લોકોને પાલિકા તરફથી આવા પાસ આપવામાં આવ્યા છે એની તપાસ કરી જેઓ કામ નથી કરી રહ્યા તેમના તમામ પાસ કેન્સલ કરવામાં આવશે.  

Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer