મહાવીર જયંતીની ઉજવણી

મહાવીર જયંતીની ઉજવણી
મુંબઈ, તા. 7 : પોલીસ અધિકારી, સોલીસીટર, વેપારીઓ અને ફરસાણના દુકાનદારે સંયુક્તપણે મહાવીર જયંતીની ઉજવણી ફૂટપાથવાસીઓને સેવ-બુંદી, સંતરા, મોસંબી, સકરટેટ્ટી અને કેળાં વિતરીત કરી અનોખી રીતે કરી છે.
`સી' વોર્ડના સ્થાનિક ટ્રાફિક વડા નાગરાજ મઝગે, મંગળદાસ માર્કેટના વેપારીઓ પિયુષ શાહ, નિમેષ શાહ, સોલીસીટર રાજેન્દ્ર બારોટ અને ફરસાણના વેપારી કૈલાશભાઈ જોષીએ મહાવીર જયંતીના દિવસે મંગળદાસ માર્કેટ અને ગુલાલ વાડીની કીકા સ્ટ્રીટ ખાતે લગભગ પાંચસોથી વધુ ફૂટપાથવાસીઓને ઉપરોકત ખાદ્યસામગ્રી વિતરીત કરી હતી, જેમાં રેખા બારોટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સેવાના આ કામ માટે ઉપરોક્ત ભાઈઓને અનેક લોકો તરફથી ડોનેશન મળી રહ્યા છે જેના કારણે તેઓ બમણા જોમજોશથી આ સેવાયજ્ઞ આગળ વધારી રહ્યા છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer