કેબિનેટની ઐતિહાસિક બેઠક

કેબિનેટની ઐતિહાસિક બેઠક
મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં નોંધા થાય એ રીતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. `વર્ષા' બંગલા ખાતે ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાંક પ્રધાનો મોઢા ઉપર માસ્ક બાંધીને સહભાગી થયા હતા. ઠાકરે ઉપસ્થિત બધા પ્રધાનોને પોતે લાવેલું સેનીટાઈઝર સાવચેતીના પગલાં રૂપે આપ્યું હતું. આ બેઠકમાં બધાએ કોરોના વાઈરસથી બચવા સોશીયલ ડીસ્ટન્સીંગ પાળ્યું હતું. આ બેઠકમાં સહકાર પ્રધાન બાળાસાહેબ પાટીલ પૂણેથી, રત્નાગીરીથી ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઉદય સામંત, ચંદ્રપુરથી મદદ-પુનવર્સન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવાર અને નાંદેડથી નહેર બાંધકામ પ્રધાન અશોક ચવ્હાણ વીડીયો કૉન્ફરન્સિંગ મારફતે સહભાગી થયા હતા.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer