ભારતમાં કોરોના વાઈરસના કારણે થયેલા કુલ મરણમાંથી 63 ટકાની ઉંમર 60 વર્ષથી વધુ હતી : આરોગ્ય મંત્રાલય

ભારતમાં કોરોના વાઈરસના કારણે થયેલા કુલ મરણમાંથી 63 ટકાની ઉંમર 60 વર્ષથી વધુ હતી : આરોગ્ય મંત્રાલય
મુંબઈ, તા. 7 : ભારતમાં કોરોના વાઈરસના નોંધાયેલા કુલ કેસ અને એનાથી થયેલા મરણ અંગેના ડેટા બહાર પાડયા છે. એની એનાલીસીસ કરતાં જણાયું છે કે 4067 ચેપગ્રસ્ત લોકોમાંથી જે 109 દરદીનાં મોત થયાં હતાં તેમાંથી 63 ટકાની વય 60 વર્ષથી ઉપર હતી,અને અહેવાલમાં વિશેષ એ નોંધ લેવામાં આવી છે કે ડાટાબીટીસ જેવી અગાઊથી જ બિમારી ધરાવતા લોકો માટે આ વાઈરસ વધુ ઘાતક પૂરવાર થયો હતો.વૈશ્વિક વિશ્લેષણમાં પણ આ તથ્ય સામે આવ્યું છે. 
અમેરિકાના ન્યુયૉર્ક રાજ્યનો જ દાખલો લો,ત્યાંના ગત સપ્તાહના બહાર પડાયેલા આંકડામાં જણાયું હતું કે ત્યાં નીપજેલા 3565 મોતમાંથી 63 ટકા વ્યક્તિ 70 વર્ષથી વધુ વયની હતી.અન્ય 19 ટકા દરદી 60 થી 70 વર્ષની વચ્ચેની વયનાં હતાં, જયારે 11 ટકા લોકો 50 અને 60 વર્ષની વચ્ચેનાં હતા આમ કુલ 93 ટકા મરણ 50    વર્ષથી વધુ વયનાંના થયાં હતા.જો કે એ બાદ ન્યૂયૉર્કનો મરણાંક 10000 ને આંબી ગયો છે. 
ભારતમાં કુલ મરણમાંથી 30 ટકાની વય 40 અને 60 વર્ષ વચ્ચે હતી,એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું. 
તેમણે એક મહત્વપૂર્ણ વાત એ કરી હતી કે ભારતમાં થયેલા કુલ મરણમાંથી 73 ટકા પુરૂષો હતા અને માત્ર 27 ટકા મહિલાઓ હતી જે દર્શાવે છે કે આ ઘાતક વાયરસનો ખતરો પુરૂષોને ઘણો વધારે છે. ભારતમાં નોંધાયેલા કુલ કેસમાં 76 ટકા પુરૂષો છે. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer