નક્સલવાદીઓને મદદ કરનાર આરોપી અંધેરીમાંથી પકડાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : નક્સલવાદીઓ સાથે સંબંધ ધરાવતી એક વ્યક્તિની અંધેરી ખાતેથી ધરપકડ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી છે. તેની પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતુસ પણ મળ્યા હતા.
ધરપકડ કરવામાં રિઢા આરોપીનું નામ દલવીર સિંહ બલવંત સિંહ રાવત ઉર્ફે રાજા ઉર્ફે પપ્પુ નેપાલી છે અને તેની ધરપકડ એટીએસના જુહુ યુનિટે અંધેરીમાં એક પેટ્રોલ પંપ પાસેથી કરી હતી.તેની સામે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમા 30 કેસો છે. આંધ્ર પ્રદેશમાં વિજયવાડામાં 2017માં ગોલ્ડ યુનિટમાં જે લૂંટ થઈ હતી એમાં પણ તે સંડોવાયેલો હતો. ત્યાંથી 16 કિલો સાનાની લૂંટ કરાઈ હતી.એટીએસના અધિકારીએ કહ્યું હતું કે લૂંટના પૈસા નક્સલવાદીઓને આપવામાં આવ્યા હોય એવી અમને શંકા છે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer