પિતાએ માથા પર હથોડો મારી દીકરીની હત્યા કરી

અમારા પ્રતિનિધિ તરફથી
વિરાર, તા. 24 :  વિરારમાં શનિવારે પિતાએ તેની 20 વર્ષની દીકરીના માથા પર હથોડી મારી તેની હત્યા કરી હતી. પોલીસે 54 વર્ષના આરોપી દત્તારામ જોશીની ધરપકડ કરી છે. કયા કારણોસર તેણે આ હત્યા કરી હતી એ જાણી શકાયું નહોતું. આરોપીની દીકરી આકાંક્ષા સ્થાનિક કોલેજમાં બી.એસસી. ફાઈનલ વર્ષની વિદ્યાર્થિની હતી. હત્યા બાદ પરિવારે પોલીસને જાણ કરી નહોતી, પણ પાડોશી પોલીસને ઘટનાની માહિતી આપી હતી.
પોલીસે કહ્યું હતું કે આરોપીએ હજી સુધી હત્યાનું કારણ જણાવ્યું નથી. એ હરફ પણ ઉચ્ચારતો નથી. જોકે આકાંક્ષાના મોબાઈલમાંથી અમને કોઈ કડી મળે એવી અમને આશા છે. પોલીસે આકાંક્ષાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer