સાયન બાદ રાજાવાડી હોસ્પિટલમાં દરદીઓની વચ્ચે મૃતદેહ રખાયા

મુંબઈ, તા 24 : મહાપાલિકાની સાયન હોસ્પિટલમાં મૃતદેહોની સાથે જ કોરોનાના દરદીઓની સારવાર થઈ રહી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવો જ એક વિડિયો ફરી જોવા મળી રહ્યો છે. ઘાટકોપરસ્થિત રાજાવાડી હોસ્પિટલ ખાતેની આ આઘાતજનક ઘટના બહાર આવી છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના મૃતદેહ જનરલ વૉર્ડમાં કલાકોથી પડી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
જનરલ વૉર્ડમાં મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ પૉલિથિનમાં વીંટાળેલો દેખાય છે. તો બાજુના બેડ પર કોરોનાના દરદીનો ઇલાજ ચાલી રહ્યો હોવાનું વિડિયોમાં દેખાય છે. 10-12 કલાકથી મૃતદેહ વૉર્ડમાં પડ્યો હતો. એ સાથે વૉર્ડના છેલ્લા પલંગ પર પણ એક બીજો મૃતદેહ હોવાનું જણાવાયું હતું. એક પણ કર્મચારી આ મૃતદેહ પાસે ફરક્યો નહોતો. એટલે અન્ય દરદીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. એ સાથે સરકારી હોસ્પિટલમાં સીસીટીવી બેસાડવાની માગણી થઈ રહી છે.
 

Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer