`લૉકડાઉનમાં આવશ્યક સેવા માટે ટૅક્સી-રિક્ષા દોડાવવાની મંજૂરી આપો''

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રમાં લૉકડાઉન - ચારના સમયગાળામાં ટૅક્સી અને રીક્ષાને આવશ્યક સેવાના કામો માટે દોડાવવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ અનિલ ગલગલીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરી છે.
અનિલ ગલગલીએ જણાવ્યું હતું કે મુંબઈમાં મોટાભાગના લોકો મધ્યમ અને ગરીબ વર્ગના છે. તેઓ માટે કૅબ બુક કરાવવાનું મુશ્કેલ છે. તેથી તેઓ ટૅક્સી અથવા રીક્ષાનો ઉપયોગ કરે છે. વર્તમાન સંજોગોમાં સારવાર માટે હોસ્પિટલ કે દવાખાનામાં જવા માટે ટૅક્સી અથવા રીક્ષા મળવી જરૂરી છે. ઘણાં વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે `બેસ્ટ'ની બસમાં ચઢવાનું મુશ્કેલ હોય છે તેઓ માટે રીક્ષા કે ટૅક્સીનો ઉપયોગ કરીને ઘરને દરવાજે પહોંચવાનું સરળ હોય છે, એમ ગલગલીએ ઉમેર્યું હતું.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer