મુંબઈ પોર્ટ ટ્રસ્ટે હૉસ્પિટલને 120 બૅડની કોવિડ ફેસિલીટીમાં ફેરવી

મુંબઈ,તા. 24 : મુંબઈ પોર્ટ ટ્રેસ્ટે તેની 100 બૅડ ધરાવતી હૉસ્પિટલને 120 બૅડવાળા કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવી છે. વધુ 25 બૅડ બીજી બીમારીઓના દર્દીની સારવાર માટે તૈયાર થઈ રહ્યા છે. આ હૉસ્પિટલ તેના એક લાખ કર્મચારીઓ, પેન્શનર્સ તથા તેમના કુટુંબોની દરકાર લે છે. આ હૉસ્પિટલે છેલ્લા બે મહિનામાં કોવિડ-19ના 333 દર્દીનો ઉપચાર કર્યો છે. અહીં 37 મૃત્યું નોંધાયા છે. શુક્રવારે એમબીપીટીના ચેરમેન સંજય ભાટીયાએ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. હાસ્પિટલમાં 102 દર્દી છે. આમાં 72 પોઝિટિવ છે અને બાકીના શકમંદ છે. તેમણે કહ્યું કે નર્સના સેવાભાવ જોઈને હું પ્રભાવિત થયો હતો. નર્સે મને કહ્યું હતું કે અમે દર્દીને નિયમિત દવા આપીએ છીએ.આઈસીયુના પેશન્ટની હાલત જોઈને મને દુ:ખ થયું હતું.

Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer