મુંબઈમાં વુહાનની તરજ પર નવી હોસ્પિટલ બાંધવાનું મહાપાલિકાનું સપનું રોળાયું

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 24  : દક્ષિણ મુંબઈની કસ્તુરબા હોસ્પિટલ પરિસરમાં ચીનના વુહાન જેવી અત્યાધૂનિક હોસ્પિટલ સ્થાપવાનું પાલિકાનું સપનું ભંગાણના આરે છે. ચીને વુહાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે રેકોર્ડ 10 દિવસમાં 1000 બેડની બે હોસ્પિટલો ઉભી કરી હતી. 
પાલિકા કોરોનાના દર્દીઓ અને તેમના નજીકના સંપર્કો માટે નવા ક્વોરેન્ટાઇન સેન્ટરો બનાવવા માટે દોડધામ કરી રહી છે, પાલિકાની બાબુશાહીએ ટેન્ડર બહાર પાડવામાં 40 દિવસનો સમય ગુમાવ્યો ઉપરાંત પાલિકા અધિકારીઓ અને પ્રધાનોના વાંધા અને અસમંજસને કારણે 90 દિવસમાં ત્રણ માળની હોસ્પિટલનું કામ હજી શરૂ થયું નથી. હવે આવતા મહિનાથી ચોમાસાની અપેક્ષા સાથે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું કામ જ શરૂ થવાનું નથી.  
કોરોના વાયરસ સામેની લડતનું મુખ્ય કેન્દ્ર કસ્તુરબા હોસ્પિટલના પરિસરમાં વધુ 60 બેડના કોરોના આઇસોલેશન સેન્ટર સાથે એક નવી હોસ્પિટલ ઉભી કરવાનું લક્ષ્ય હતું. પાલિકાએ એપ્રિલની શરૂઆતમાં આ યોજનાને મંજૂરી આપી દીધી હતી. 16 એપ્રિલના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા;  ત્યાં છ બિડરો હતા અને બિડ્સ 26 એપ્રિલના રોજ બંધ થઈ હતી. ત્યારબાદ 28 એપ્રિલના રોજ, સૌથી ઓછી કિંમતના બિડ ભરનારાને પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલનો કરાર આશરે 70 કરોડ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો હતો. 
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer