બૅન્ક ઓફ બરોડા એમએસએમઈને 12000 કરોડ રૂપિયાની લોન આપશે

મુંબઈ, તા. 24 : બૅન્ક ઓફ બરોડાએ જાહેર કર્યું છે કે તે સરકારી ગેરન્ટી સ્કીમ હેઠળ માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ને 12000 કરોડ રૂપિયાની લોન આપશે. ગયા મહિને નાણાપ્રધાને  જાહેરાત કરી હતી કે નાના ધંધાવાલા ડિફોલ્ટ કરે એની ચિંતા  કર્યા વગર  બૅન્કો એમએસએમઈને લોન આપે એ માટે સરકાર ત્રણ લાખ કરોડ રૂપિયાની ગેરન્ટી આપશે. 
બૅન્કના મનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજય ચઢ્ઢાએ કહ્યું હતું કે અમારા જૂજ જ ગ્રાહકો એવા છે કે જે અમારા ટેકા વિના ટકી રહેશે. એમએસએમઈની હાલની ક્રેડિટ લિમિટના 20 ટકા જેટલા વધારાના ફંડ પર ગેરન્ટી ઉપલબ્ધ છે અમારા કેસમાં આ પોટર્ફોલિયો 58,000 કરોડ રૂપિયાનો થાય છે જેના 20 ટકા 10,000થી 12,000 કરોડ રૂપિયા થશે. આ અમે અમારા એમએસએમઈ ગ્રાહકોને ઉપલબ્ધ કરીશું.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer