ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનની હત્યા કરવાની ધમકી આપનાર યુવક મુંબઈમાંથી પકડાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપનાર ચુનાભઠ્ઠીના 25 વર્ષના યુવકની ઓટીએસે ધરપકડ કરી છે.  શુક્રવારે ઉત્તર પ્રદેશ પોલીસના સોશિયલ મીડિયા હેલ્પ ડેસ્કને શુક્રવારે વોટ્સઅઍપ પર આદિત્યનાથને બોમબથી ખતમ કરી નાખવાનો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેસેજ મુંબઈથી આવ્યો હોવાથી યુપી પોલીસે તરત જ મુંબઈ એટીએસને જાણ કરી હતી અને આરોપી કમરાન ખાનને ટ્રેક કરાયો હતો અને કોલાચોકી એટીએસે ચુનાભઠ્ઠીથી તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી તેને યુપી પોલીસને હવાલે કરી દેવાશે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer