આગામી દસ દિવસમાં 2600 વધુ ટ્રેનો 36 લાખ શ્રમિકોને ઘરે પહોંચાડશે

આગામી દસ દિવસમાં 2600 વધુ ટ્રેનો 36 લાખ શ્રમિકોને ઘરે પહોંચાડશે
નવી દિલ્હી, તા. 24 : ભારતીય રેલવેએ આગામી દસ દિવસમાં 2600 વધુ ટ્રેન દોડાવીને 36 લાખ શ્રમીકોને તેમના વતન પહોંચાડવાની યોજના ઘડી કાઢી છે. છેલ્લા 23 દિવસમાં રેલવેએ આટલા જ શ્રમીકોને ઘરે પહોંચાડ્યા છે. પૂર્વની બાજુ બાકિંગ 90-100 ટકા હોવાથી રેલવે વધુ સ્પેશ્યલ મેલ/એક્સપ્રેસ ટ્રેન દોડાવશે.રાજ્યોની જરૂરિયાત પ્રમાણે વધુ શ્રમીક ગાડીનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યની અંદર પણ ટ્રેન દોડશે જેમાં 10-12 લાખ લોકો મુસાફરી કરશે. આ આંતરરાજ્ય ઓપરેશને રઝળી પડેલા 35 લાખ શ્રમીકોને ઘરે પહોંચાડ્યા છે. ગૃહ મંત્રાલયનો અંદાજ છે કે બસમાં 40 લાખ શ્રમીકો ઘરે પહોંચી ગયા છે.   
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer