થાણેમાં વધુ 309 કેસ મળ્યા

થાણેમાં વધુ 309 કેસ મળ્યા
થાણે, તા. 24 (પી. ટી.આઈ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં શનિવારે વધુ 309 કોરોના પોઝિટિવ દરદી મળ્યા છે. આ સાથે થાણે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 5,387 થઈ છે. શનિવારે મળેલા દરદીઓમાં એકથી 12 વર્ષની વય જૂથના બાર બાળકોનો સમાવેશ થાય છે. ગઈકાલે વધુ છ જણાંના મૃત્યુ સાથે થાણે જિલ્લાનો મરણાંક 163 થયો છે. અત્યાર સુધીમાં થાણે શહેરમાં 1891 કેસ, નવી મુંબઈમાં 1,561 કેસ, કલ્યાણ-ડોમ્બીવલીમાં 730 કેસ, મીરા-ભાઈંદરમાં 489 કેસ, થાણે ગ્રામીણમાં  267, ઉલ્હાસનગરમાં 156, બદલાપુરમાં 153, ભીવંડીમાં 82 તેમજ અંબરનાથમાં 58 કેસ નોંધાયા છે. થાણે ગ્રામીણમાં 24 કેસ વધ્યા છે. તેમાંના મોટાભાગના શાહપુરના છે.
થાણેની પાડોશમાં આવેલા પાલઘર જિલ્લામાં અત્યાર સુધી 530 કેસ અને 20 મૃત્યુ નોંધાયા છે. થાણે શહેરમાં કોરોનાના દરદીઓ માટે વધુ 10,000 બિછાનાની સગવડ ઉભી કરવામાં આવી રહી છે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer