ભાટિયા હૉસ્પિટલની વહારે આવ્યો ગુજરાતી

ભાટિયા હૉસ્પિટલની વહારે આવ્યો ગુજરાતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કોરોનાના ચેપને કારણે તારદેવની જાણીતી ભાટિયા હોસ્પિટલ થોડા દિવસ સુધી સીલ કરા હતી. આ ગાળામાં હોસ્પિટલમાં ડોકટરો, નર્સો, વોર્ડબોઇઝ, આયા, હાઉસકીપીંગ તેમ જ ઓફિસ સ્ટાફ, નોર્મલ દર્દીઓ, કોરોના પોઝીટીવ દર્દીઓ, સુરક્ષાકર્મીઓ સહિત આશરે 300 વ્યક્તિઓ અંદર જાણે કેદ થઈ ગયા હતાં. 
આ અણધારી આફતમાં હોસ્પિટલના સત્તાવાળાઓએ સુરતી દશા પોરવાડ વૈષ્ણવ વણિક જ્ઞાતિના અગ્રણી તેમ જ દક્ષિણ મુંબઈ ભાજપના ઉપાધ્યક્ષ અતીતભાઈ રાંદેરીયાને ફોન પર પોતાની વ્યથા વર્ણાવી હતી. અતીતભાઈએ  રોજ સવારના 300 અને સાંજના 125 વ્યક્તિઓ માટે દાળ, ભાત શાક, રોટલી, 600 કેળા અને અમૂલ દુધની 600 બોટલો પહોંચાડી હતી. લગભગ 16 દિવસ સવાર સાંજ પ્લાસ્ટિકના મોટા કંટેઇનરમાં ટેમ્પો મારફતે સગળી સામગ્રીઓ પહોંચાડવામાં આવી. 
આ ઉપરાંત અતિતભાઈએ કુંભારવાડા, કામાઠીપુરા, ડોંગરી અને ઉમરખાડીમાં અનેકોને અનાજ પહોંચાડયું. વધુમાં એમના અથાગ પ્રયાસોથી આશરે 98 મકાનોમાં સેનિટાઇઝીંગ કરવામાં આવ્યું છે, જે આવનારા દિવસોમાં પણ અવિરત ચાલું રહેશે. હાલમાં તેઓ નાગરિકોની મદદ ઉપરાત આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીરૂપે હાઉસ ગલી, ગટરોની સફાઈ અને પાણીની લાઈનો તેમ જ ચેમ્બરોના મરામતનાં કાર્યમાં ગળાડૂબ થઇ ગયા છે. અતિતભાઈનો 9821320451 અથવા 9324590944 ફોન ઉપર સમ્પર્ક સાધી શકાય છે. 
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer